વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મેલડી માતાજીના મંદિર પાસે પાણીના વોંકળામાંથી અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે…
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ કયુટોન સીરામીક કારખાને સામે ઝૂંપડામાં રહેતા રાયધનભાઈ બચુભાઈ ચાડમીયા (27) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, ઢુવા નજીક આવેલ ફેવરિટ પ્લસ કારખાના પાછળ મેલડી માતાજીના મંદિર સામે પાણીના વોંકળામાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનોનો મૃતદેહ પડ્યો છે અને કોઈ પણ કારણોસર પગ લપસવાના કારણે પાણીમાં તે યુવાન પાણીમાં ડૂબી ગયો હોય તેવી લાગી રહ્યું છે જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે….