વાંકાનેર : વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ ખોડિયાર માતાજી ધામ માટેલ ખાતે દર્શનાર્થે આવેલ એક યુવાન ડૂબી જતા મોત નીપજ્યું છે….
જાણવા મળ્યા મુજબ ખોડિયાર માતાજી ધામ માટેલ ખાતે દર્શનાર્થે આવેલ રાજકોટના રાજેશભાઈ ભીમજીભાઈ પાનસુરીયા ઉ.40 રહે.નવજીવન હોલ સામે, ન્યુ સુભાષનગર રાજકોટ વાળા માટેલિયા ધરામાં પાણીના દર્શન કરવા જતા અકસ્માતે પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…