માટેલ રોડની ઘટના
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામે માટેલ રોડ ઉપર સીરામીક યુનિટમાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં સીરામીક યુનિટની અંદર છત ઉપરથી નીચે પડી જતા મોરબીના યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપર રોલ્ટા સીરામીક નામના યુનિટની છત ઉપરથી કોઇ રીતે નીચે પડી જવાથી રણજીત ભરતભાઇ ડાભી (ઉમર ૨૨) રહે.મફતિયાપરા વિધુતનગર
પાસે સર્કિટ હાઉસની સામે સામાકાંઠે મોરબી-૨ નું મોત નિપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હોય સીટી એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોય વાંકાનેર પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ