ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા એક યુવાનનું અકસ્માતે મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની શિબાશંકર બીજયકુમાર ટૂંગ ઉ.19 નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો તે વેળાએ પંચિંગ મશીનની પ્લેટમાં છાતીનો ભાગ આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
દારૂ સાથે:
(1) હડમતીયાના કંચનબેન બચુભાઈ બારોટ અને (2) અમરાપર રોડ પર રહેતા પુરીબેન નટુભાઈ મનજીભાઇ વાઘેલા દેશી દારૂ સાથે પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) લખધીરગઢના દિલીપ હેમંતરામ નિમાવત (2) અમરાપરના સંજય હીરાભાઈ ફાંગલીયા (3) ટંકારા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ગૌરવ રસિકભાઈ કક્ક્ડ (4) ટંકારા ઉગમણા નાકે રાવળદેવના ઢોળે રહેતા મુકેશ કાળુભાઇ મિયાત્રા (5) ગજડી ગામે રહેતા અરવિંદ હરિભાઈ પરમાર સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી