પાંચદ્વારકાની પરણીતાને ત્રાસ
વાંકાનેર: ગઇકાલે બપોરના સમયે વાંકાનેર રેલવે સ્ટેશન પહેલા કિ.મી. ૭૦૧/૨૯ પાસે આશરે ૪૦ વર્ષની ઉંમર ધરાવતા એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર રાજકોટથી આવતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન સામે ઝંપલાવતા ટ્રેનની ઠોકરે યુવાનને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત થયું હતું,
આ બનાવની જાણ થતાં જ વાંકાનેર રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી લાશને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
હાલ રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સઘન તપાસ શરૂ કરી છે માટે જો કોઈ વ્યક્તિને મૃતક અંગે મળે તો વાંકાનેર રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મોબાઈલ નંબર ૬૩પર૬ ૩પપરપ પર સંપર્ક કરવા જણાવાયું છે….
પાંચદ્વારકાની પરણીતાને ત્રાસ
વાંકાનેર તાલુકાના તીથવા ગામે પિયરમાં રહેતા નુસરતબેન જીયાઉદ્દીનભાઈ બાદી (36)એ હાલમાં પતિ જીયાઉદ્દીનભાઈ અબ્દુલભાઈ બાદી, સસરા અબ્દુલભાઈ મામદભાઈ બાદી, સાસુ રોશનબેન અબ્દુલભાઈ બાદી, કાકાજી સસરા અલીભાઈ મામદભાઈ બાદી અને કાકાજી સાસુ જેનમબેન મામદભાઈ બાદી રહે. બધા પાંચદ્વારકા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં 

જણાવ્યું છે કે ફરિયાદીને તેના પતિ, સાસુ, સસરા, કાકાજી સાસુ, કાકાજી સસરા દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે અને દુ:ખત્રાસ આપીને મેણાં ટોણાં મારતા હતા અને શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે…
