વાંકાનેર: આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ આણંદપર ગામે આવેલ શિવશક્તિ સ્ટોન નામની પથ્થરની ખાણમાં કામ કરતા દિલીપભાઈ જોગીભાઈ શીંગાડિયા ઉ.18 નામના શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…