માટેલ ઢુવા રોડ પર કારખાનમાં ઊંચાઈએથી પડી જતા શ્રમિકનું મોત
વાંકાનેર: બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે બ્રોમો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રતિલાલ રામનિવાસ યાદવ (૨૭) નામનો યુવાન મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ
ઊંચી માંડલ ગામ પાસે એકોર્ડ સીરામીક ની પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને આ અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી અને ફાયરની ટીમ દ્વારા રતિલાલ યાદવના મૃતદેહને નર્મદાની કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ રૂપલાલકુમાર રામનિવાસ યાદવ (૩૨) રહે એકોર્ડ સીરામીક નીચી માંડલ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
માટેલ ઢુવા રોડ પર કારખાનમાં ઊંચાઈએથી પડી જતા શ્રમિકનું મોત
વાંકાનેરના માટેલ ઢુવા રોડ પર આવેલા કારખાનામાં ઊંચાઈએથી પડી જતા શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે માટેલ રોડ પર આવેલા ઇટકોસ કારખાનામાં કાર્યરત મૂળ મધ્યપ્રદેશનો વતની રાજેશકુમાર હુલસી વર્મા તા.૦૯ના રોજ ફરજ પર કાર્યરત હતો. એ સમયે ઊંચાઈ પરથી પડી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજેશકુમારને તેના વતન ભોપાલ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તા.૧૦ ના રોજ રાજેશકુમારનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો