કેરાળા બોર્ડ પાસે આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ખાણ વિસ્તારમાં કોઈ કારણોસર વીજ શોક લાગતા મધ્યપ્રદેશના રહેવાસી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હોવાનો ભેદી બનાવ સામે આવ્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કયુરેટા કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સંજયભાઈ હિમતાભાઈ પરમાર ઉ.28 અને જાજભાઈ નાથાભાઇ પરમાર ઉ.30ને પાડધરા અને ભેરડા વચ્ચે કોઈ કારણોસર વીજ શોક લાગતા સંજયભાઈ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે જાજભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
કેરાળા બોર્ડ પાસે આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલથી કારમાં ચોટીલા તરફ જતા બનાસકાંઠા જિલ્લાના ભાભોરના વતની રાજેશભાઇ ધીરજલાલ ઠક્કર ઉ.56ને કેરાળા ગામના બોર્ડ પાસે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.