બે સારવારમાં
હસનપર રહેતા મામા-ફઈના ભાઈઓ
રાતીદેવળીથી ઘરે પરત ફરતા બનેલો બનાવ
વાંકાનેર: અહીં હસનપર ગામની ચોકડી પાસે ગઈ રાત્રિના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ત્રિપલ સવારી બાઇક ટ્રેક્ટર જેવા કોઈ ભારે વાહન સાથે અથડાયું હતું,જે અકસ્માત બનાવમાં હસનપર ગામે રહીને મજૂરી કામ કરતા યુવાનનું મોત નિપજેલ છે. જ્યારે મૃતકના ફૈબાના દીકરા બે ભાઈઓને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર હસનપર ઓવરબ્રિજ નજીક આવેલા જ્યોતિ સીરામીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. થાનના રસ્તે આવેલ નર્સરી ચોકડી પાસે અકસ્માતનો બનાવ તા.૨૧/૧૧/2025 ના ગઈ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં
ત્રિપલ સવારીમાં બાઇકમાં જઈ રહેલ રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (ઉમર ૩૨) રહે.પાનેલી તા.જી.મોરબીને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને વાંકાનેર ખાતે અને પછી ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઇ જવામાં આવતો હતો ત્યારે રસ્તામાં રાહુલ રમેશભાઈ વાઘાણી નામના
(ઉ.૩૨) યુવાનનું મોત નિપજયુ હતું.આ અકસ્માત બનાવમાં તેની સાથે બાઈકમાં રહેલ તેના ફઈબાના દીકરાઓ ભરતભાઈ નાથાભાઈ વિજવાડીયા (ઉ.૨૭) રહે. હસનપર તથા કિશન નાથાભાઈ વિંજવાડીયા (ઉ.૨૪) રહે.હસનપરને પણ ઇજાઓ થઈ હતી, તે બંનેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
માહિતી મુજબ મૃતક રાહુલ વાઘાણી તેના ફઈબાને ત્યાં વાંકાનેરના હસનપર ગામે રહેતો હતો અને મામા- ફઈના ત્રણેય ભાઈઓ વાંકાનેર તાલુકાના રાતીદેવળીથી પરત તેઓ પોતાના ઘરે હસનપર બાજુ જતા હતા, ત્યારે હસનપર બ્રિજ નજીક કારખાના પાસે આ અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં તેઓનું ત્રીપલ સવારી બાઈક કોઈ ટ્રેક્ટર જેવા ભારે વાહન સાથે અથડાયું હતું. ભરત અને કિશનને ઈજાઓ થઈ હોય સારવાર માટે ખસેડાયા હતા. હાલ આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકના વનરાજસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની વધુ તપાસ શરૂ કરાયેલ છે…
