આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધેલ
ટંકારા: તાલુકાના લજાઈથી હડમતીયા તરફ જવાના રોડ ઉપર આવેલ કારખાના પાસે વળાંકમાં આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું


જાણવા મળ્યા મુજબ મૂળ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના રહેવાસી અને હાલમાં ચોટીલામાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા કરણભાઈ ગુલાબભાઈ કટોસણીયા (28)એ આઇસર નંબર જીજે 36 ટી 5523 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેઓના કાકા કલ્પેશભાઈ રાજાભાઈ કટોસણીયા (ઉ.23) મોરબી ખાતે તેઓના સસરાના ઘરેથી મોટી મોલડી ગામે બાઈક લઈને માતાજીના મંદિરે દર્શન કરવા માટે તેને જઈ રહ્યા હતા ત્યારે લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ વેલ્યુ કારખાના સામે વળાંકમાં આઇસરના ચાલકે ફરિયાદીના કાકાના બાઇક નંબર જીજે 12 સીઇ 0451 ને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના કાકાને માથા, હાથમ પગ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
