વાંકાનેર : વાંકાનેરથી મિતાણા તરફ જતા રોડ ઉપર પુરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહેલા એક યુવાનનું બાઈક અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે.
મળેલ માહિતી મુજબ વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા ઉ.28, રહે-હાલ-છતર કેશુભાઈ પરસોતમભાઈ ભીમાણીની વાડીએ, મુળ-ગામ-કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ) વાળાનું બાઈક અમરસર ગામ પાસે તળાવ નજીક રોડ નીચે ઉતરી જતા
બાઈક માઈલ સ્ટોન સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.જ્યાં તા.27ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.