વાંકાનેર : વાંકાનેરની એશિયાના સોસાયટીમાં એક શખ્સનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ થયાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ અહીંની એશિયાના સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ તરશીભાઇ ધરજીયા ઉ.40 નામના યુવાનને પોતાના ઘેર પાણી ચડાવવાની મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું,બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.