કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આરોગ્યનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતુ જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે


જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો મેહુલભાઈ ધીરુભાઈ વિસાણીયા (૩૭) નામનો યુવાન પોતે પોતાના ઘર પાસે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હતો ત્યારે તે મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના ડેબબોડીને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા


અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની સરકારી હોસ્પિટલના ડોક્ટર મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ પરમાર કરી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ડોક્ટરના કહેવા મુજબ હાર્ટ એટેકથી યુવાનનું મોત નીપજયું છે તેવું કહ્યું છે જો કે, વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!