બિયરના 24 ડબલા સાથે ધરપકડ: વાહન અંગેના ગુન્હા
વાંકાનેર : જાણવા મળતી વિગતો મુજબ વાકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા શૈલેશકુમાર અશોકભાઈ દાદરેચા ઉ.28 નામના યુવાનને મેલડી માતાજીના મંદિર પાસે અચાનક હાર્ટ એટેક આવી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવતા સારવાર કારગત ન નીવડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બિયર સાથે ધરપકડ:
વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જોધપર ગામના ઓવરબ્રિજ પાસેથી આરોપી અકબર મુસાભાઇ માજોઠી ઉ.24 રહે. સીટી સ્ટેશન રોડ, ભાટિયા સોસાયટી પાસે નદીના કાંઠે નામના યુવાનને હેવર્ડ્સ 5000 પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના 24 ડબલા કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
વાહન અંગેના ગુન્હા:
ઢુવા ચકડી પાસે રીક્ષા નં . GJ-36-W-1204 ના ચાલક કનૈયાલાલ હમીરભાઇ બાંભવા (જુના જાંબુડિયા)એ પુરઝડપે, અને રીક્ષા નં . GJ-36-W-0728 ના ચાલક નાજા મીઠાભાઇ પરમાર (લીટો સીરામીક- પાડધારા) અડચણરૂપ રાખતા , રીક્ષા નં . GJ-36-U-3370 ના ચાલક ભુપત કાનાભાઇ રાતડીયા જાતે ભરવાડ અડચણરૂપ રાખતા, રીક્ષા નં . GJ-36-U-9520 ના ચાલક સુનિલ દેવજીભાઈ અઘારા (જીનપરા)એ પુરઝડપે રીક્ષા ચલાવતા પોલીસખાતાએ કાર્યવાહી કરી છે.