વાંકાનેર: જાણવા મળ્યા મુજબ વાંકાનેર સેવા સદન ખાતે યુવાને ફીનાઇલ પી લેતા દોડધામ મચી હતી…
વાંકાનેર સેવા સદન ખાતે ગોંડલના ખાંડાધાર ગામે રહેતો મનસુખભાઈ ડાંગર નામનો 40 વર્ષનો યુવાન કોઈ કારણોસર ફીનાઇલ પી જતાં તેને સારવાર માટે મોરબી
લઇ જવામાં આવ્યો છે, તેમ મોરબી એ ડીવીજન પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. આ યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે, એ જાણવા મળેલ નથી. રાજકોટ રોડ પર સ્થિત સેવા સદનમાં મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને રજીસ્ટારની ઓફિસો આવેલી છે…