વાંકાનેર : રોયલ પાર્કમાં રહેતો યુવાન ખોટે રવાડે ચડી ગયો હોવાથી પોતાના ઘેર આવતો ન હોય પિતાએ ઠપકો આપતા યુવાનને લાગી આવ્યા બાદ અમરસર નજીક એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું…
બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમા રોયલ પાર્કમાં રહેતો ક્રિસ દીપકભાઈ જાદવ ઉ.19 નામનો યુવાન ખોટે રવાડે ચડી ગયો હોવાથી ઘેર આવતો ન હોય ક્રિસના પિતાજીએ ઠપકો આપતા ક્રિસને મનોમન લાગી આવતા અમરસર ગામના બસસ્ટેન્ડ નજીક એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…