વાંકાનેર : વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ગોરધનભાઇ હરજીભાઈ રાઠોડ ઉ.45 નામના યુવાન લીવરની બીમારીને કારણે બેભાન બની ગયા બાદ
સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.