કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રંગપર નજીક અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મોત

રાત્રીના અંધારામા આંટાફેરા કરતા પકડાયા

વાંકાનેર તાલુકાના રંગપર નજીક ટ્રક અકસ્માતમાં ઘવાયેલા રૈયાધારના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચાર દિવસ પૂર્વે ટ્રક લઇ માલ ભરવા જતો હતો ત્યારે અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાતા તેને ઇજા થઇ હતી. આ બનાવથી એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે…જાણવા મળતિ વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેતા અને ટ્રક ચલવાતો રવિ ઉર્ફે કાળુ પરસોત્તમભાઇ બેરડીયા (ઉ.વ.32) નામનો યુવાન ગત તા.16ના રોજ ટ્રક લઇ વાંકાનેર તરફ માલ ભરવા માટે જતો હતો ત્યારે વાંકાનેરના રંગપર ગામે અન્ય ટ્રક સાથે

અકસ્માત સર્જાયો હતો. જેમાં રવિને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, બે દિવસની સારવાર કારગત ન નીવેડતા તેનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. આઅંગે વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક એકનો એક ભાઇ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

રાત્રીના અંધારામા આંટાફેરા કરતા પકડાયાVACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂરકોઠી ગામનો દિપકભાઈ મગનભાઈ બાંભણીયા (ઉ.વ.23) રાત્રીના અંધારામા નર્સરી ચોકડી પાસેની બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઈ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા પકડેલ છે. બીજા બનાવમાં ભરતભાઈ મહેશભાઈ મકવાણા ગામ. માણેકવાડા, તા. મોરબી વાળો વાંકાનેર નવાપરા આશિર્વાદ પેટ્રોલપંપની પાસેની દુકાનો પાસે રાત્રીના અંધારામા આંટાફેરા કરતો પકડાયો છે. બંને વિરુદ્ધ જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

 

Content Copying Forbidden !!

error: Content is protected !!