વાંકાનેર: અહીં ઓગણીસ વર્ષના એક યુવાનને થાન ચોકડી પાસે અકસ્માતમાં ઇજા થઇ છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતો શાહરૂખ હુસેનભાઈ બ્લોચ નામનો યુવાન વાંકાનેર થાન ચોકડી પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ
છે જેમાં તેને ઈજા થઈ છે જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, અને ત્યાં તેને સારવાર બાદ પ્રથમ આ બનાવની
મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા
કરવામાં આવી હતી. બનાવ વાંકાનેર સિટી પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે