અમરસરના યુવાનનું બાઇક અન્ય બાઇક સાથે અથડાયુ
ભોજપરા (વાદી)ના યુવાને એસિડ પીધો
વાંકાનેર: અહીંના વીડી જાંબુડીયા ગામે રહેતા યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઇ છે અને બીજા બનાવમાં અમરસરના એક યુવાનનું બાઇક અન્ય બાઇક સાથે અથડાતા એમને ઇજા થઇ હતી ત્રીજા બનાવમાં ભોજપરા (વાદી)ના યુવાને એસિડ પીધો…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે રહેતા વનરાજભાઈ કાનાભાઈ કાંજીયા (ઉ.45) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે આથી વધુ વિગત મળી નથી..
અમરસરના યુવાનનું બાઇક અન્ય બાઇક સાથે અથડાયુ
વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતો વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા નામનો (ઉ.38)નું બાઇક અન્ય બાઇક સાથે અથડાતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો…

ભોજપરા (વાદી)ના યુવાને એસિડ પીધો
ત્રીજા બનાવમાં વાંકાનેરના ભોજપરા (વાદી) ગામના સલીમ અબ્રાહમભાઈ બાબરીયા નામનો 45 વર્ષનો યુવાન તેના ઘરે કોઈ કારણોસર એસિડ પી જતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો…

