બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા મનુભાઈ નથુભાઈ સોલંકી (ઉ.વ. ૪૮) નામનો યુવાન વાંકાનેરમાં આવેલ દોશી કોલેજ પાસેથી પસાર થતો હતો, ત્યારે રાજકોટ રોડ ઉપર બે આખલા બાખડતા બાખડતા મનુભાઈ સોલંકીના બાઈક સાથે અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો
તે અકસ્માતના બનાવમાં મનુભાઈ સોલંકીને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા કાટક ચોકડી પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લીધી હતી અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસની જાણ કરવા માટેની પોલીસે કવાયત હાથ ધરી હતી.
હવે જોવાનું એ છે કે પોલીસખાતું નવા કાયદા મુજબ કેવા પહેલા ભરશે?