વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખાણમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે આકાશી વીજળી તેના ઉપર પડી હતી જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છે

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35)

નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે તેના ઉપર આકાશી વીજળી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી

હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સાંજના છએક વાગ્યાના અરસામાં ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો

અને આ બનાવ અંગેની ગામના તલાટી મંત્રી દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી તેમજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતકના પરિવારને સરકાર તરફથી મળવાપાત્ર થતી સહાય વહેલી તકે મળે તે માટે થઈને વાંકાનેરના ટીડીઓ દ્વારા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવેલ છે.
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
