કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જોધપર ગામના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ

દલડી અને કાછીયાગાળા વચ્ચે અકસ્માતમા જોધપર ખારી ગામનો યુવાન આયશર હડફેટે આવ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના બે યુવાનો તરણેતર ખાતે મામાના દીકરાના લગ્નમાં જતા હતા ત્યારે દલડી અને કાછીયાગાળા વચ્ચે આઇસર ટ્રક ચાલકે સામેથી અકસ્માત સર્જતાં આ બનાવમાં જોધપર ખારી ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા અજયભાઈ અશોકભાઈ ગોરીયાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ તેમના મામાના દીકરાના તરણેતર ખાતે લગ્ન હોય અજયભાઈ તેમના જોધપર ખારી ગામે રહેતા માસીના દીકરા વિજયભાઈ મનસુખભાઇ ધરજીયા સાથે બાઇકમાં બેસીને જતા હતા એ સમયે વાંકાનેરના દલડી અને કાછીયાગાળા વચ્ચે સામેથી આવતા આઇસર ટ્રક નંબર જીજે – 06 – BV – 3579 વાળાએ અકસ્માત સર્જતાં વિજયભાઈને ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતુ જ્યારે અજયભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!