વાંકાનેર: મૂળ માટેલ ગામના ઘરકંકાસથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વતની અને હાલમાં ઢુંવા ખોડિયાર માતાજીના મંદિરમાં રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા ઉ.38નામના યુવાને આર્થિક સંકળામણ અને ઘરકંકાસથી કંટાળી જઈ ગઈકાલે ઢુવા અમૃત સીરામીક કારખાના પાછળ
રેલ્વેટ્રેક ઉપર જઈ ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મકનસર રેલવે સ્ટેશન માસ્તર સંતોષ સૈનીએ વાંકાનેર પોલીસ મથકને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો