રાણેકપર પાસેનો મચ્છુ નદી પરનો કોઝવે રીપેર કરવાનું તંત્રને ન સૂઝ્યું !?
યુવાનોને અભિનંદન !!
વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના યુવાનોએ પંચાસીયાથી રાણેકપર થઈને નેશનલ હાઇવે જવા માટે રાણેકપર ચેકડેમ નીચે આવેલો કોજવેમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ગાબડા પડી ગયા છે, તેમાં દર વર્ષે તેઓ તાસ મોરમ નાખતા પરંતુ જ્યારે મચ્છુ નદીમાં વધુ પાણી આવે અને કોઝવે ઉપરથી પાણી જવા લાગે ત્યારે આ બધો તાસ ધોવાઈ જતો હતો આખરે પંચાસીયાના યુવાનો કંટાળીયા અને વિચાર્યું કે ચાલો હવે તો જાત મહેનત ઝિંદાબાદ…



પંચાસીયા ગામના ઘણા બધા યુવાનો મોરબી અને ઢુવા પાટે કામે જઈ રહ્યા છે ત્યારે તેઓને આ જ કોજવે પરથી જવાનું ખૂબ અનુકૂળ છે અન્યથા તેમને વાંકાનેર સિટીમાંથી જવાનું થાય જે ઘણો મોટો ફેરો ફરવો પડે છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ કોઝવેમાં મોટા ગાબડા પડી ગયા છે. તેમને રિપેર કરવાની તંત્ર કોઇ દરકાર લેતું નથી. આખરે થાકીને બધા યુવાનોએ મરજિયાત લોક ફાળો કરીને અહીંયા આશરે 50,000 ના ખર્ચે આ કોઝવેમાં સિમેન્ટ કોંકરેટથી ખાડા બુરીને રિપેર કર્યો…!



