વાંકાનેરમાં સનસનાટી
પિસ્તોલ, એરગન, જીવતા કાર્ટીસ, ખાલી મેગ્ઝન, બે કાળા કલરની સ્કોર્પીઓ કાર કબ્જે
મોડી રાત્રે પકડાયેલા આઠ આરોપીમાંથી સાત ગુજરાત બહારના
પોલીસ ખાતાની સતર્કતાને કારણે ધાડનો બનાવ અટક્યો
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે, એક ચોકકસ ગેંગ કે જે મોરબી, રાજકોટ, જામનગર વિસ્તારમાં લુટ, ધાડ પાડવા સારૂ ફરે છે, જે વાંકાનેર વાણંદ સમાજની વાડીમાં ડો. ભરતસિંહ રાજપૂત કે જે મૂળ અમદાવાદના હોય તેઓને ત્યાં બે કાળા કલરની સ્કોર્પીઓ કારમાં આવી આ ડોક્ટરને લુંટવા સારૂ ઘાડ પાડવા પ્રાણઘાતક હથિયાર સાથે આટાફેરા કરી વાંકાનેરમાં છે અને જો લુંટ, ધાડ પાડવામાં સફળ ન થાય તો આ ડો. ભરતસિંહ રાજપૂત પાસેથી મોટી રકમ વસુલવાના ઇરાદે તેનું અપહરણ કરી તેને ડરાવી ધમકાવી તેની પાસેથી ખંડણી વસૂલવાના છે, જે બે સ્કોર્પીયો કાર પૈકી એક નંબર પ્લેટ વગરની તથા એક GJ-27-ED-0080 વાળી છે.
ગઈ રાતના ૦૧/૧૫ વાગ્યે વાંકાનેર – રાજકોટ રોડ ઉપર નીકળેલ એકી સાથે બે ગાડીઓમાં ચાર-ચાર ઇસમો બેઠેલ હતા, તેમાં હથિયાર છરીઓ તથા લાકડાના ધોકા સાથે જીલ્લા -રાજય બહારના હતા. તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તથા છરીઓ સ્કોર્પીયો કાર પૈકી GJ-27-ED-0080 વાળીમાં બેઠેલ ચાર ઇસમોમાં (૧) રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૨૫ રહે. પીપરડી, તા. જામકંડોરણા વાળાના પેન્ટના નેફામાંથી પિસ્તોલ અને ખિસ્સામાંથી ત્રણ જીવતા કાર્ટીસ (૨) સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફૂલાભાઇ સાબળે (અનુ.જાતિ) રહે. અમદાવાદ મૂળ રહે. જલગાવ મહારાષ્ટ્ર વાળા પાસેથી મોબાઇલ ફોન નંગ-૦૩, એક જીયો કંપનીનું ડોંગલ તેમજ છરી (૩) રાજેશ કેદારપ્રસાદ રામાણી (કુંભાર) રહે. મુંબઇ, મુળ ઉત્તરપ્રદેશ વાળા પાસેથી મોબાઇલ અને અણીદાર છરી (૪) સાંઇ ઉર્ફે સુર્યા સુનિલ સકટ (અનુ.જાતિ) રહે. મુંબઇ વાળા પાસેથી એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ. ગાડી નંબર GJ-27-ED-0080 જે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. પીપરડી, તા. જામકંડોરણાની હતી, તેમાંથી લાકડાનો ધોકો તથા પિસ્તોલનું ખાલી મેગ્ઝન મળી આવેલ.
નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો ગાડીમાં નં (૧) સમીર ઉર્ફે સ્ટાઇલો આબીદ જહીદ શેખ રહે. મુળ રહે. મુંબઇ વાળો (૨) વિશાલ નારાયણ સોનવણે મરાઠા અમદાવાદ મુળ રહે. જલગાવ, મહારાષ્ટ્ર વાળો તેની પાસેથી મોબાઇલ તેમજ એક લોખંડની છરી (૩) વરૂણ ઉર્ફે ગોલ્લુ સંજય શર્મા મુંબઇ મુળ રહે. ઉત્તરપ્રદેશ વાળો તેની પાસેથી છરી અને (૪) અનીલ ઉર્ફે અલબર્ટ લાહાનીયા ઝુંબલ (ખિસ્તી) મુંબઇ તેની પાસેથી એક કાળા કલરની એરગન મળી આવેલ. મળેલ મુદામાલ સાથે બધા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બનાવથી વાંકાનેરમાં સનસનાટી મચી જવા પામી છે. પકડાયેલા આરોપી પૈકી એક સગીર હોવાનું જણાવાયું છે.
કાર્યવાહીમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી. વી. કાનાણી સહિત પોલીસ સ્ટાફના માણસો પો. હેડ કોન્સ. યશપાલસિંહ ભવાનસિંહ તથા પો.કો. દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ, છનાભાઇ બચુભાઇ, અજયભાઇ સંગ્રામભાઇ, લાખાભાઈ પરબતભાઈ તથા જનકભાઈ વલ્લભભાઇ ઉપરાંત મોરબી એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. સ્ટાફના પો હેડ કોન્સ. શકિતસિંહ લખધિરસિંહ, વિક્રમભાઇ નરશીભાઇ જોડાયા હતા.