વાંકાનેરમાં હુસેન શેરસીયાએ ઉમેદવારી નોંધાવી
રાજકોટ: રાજકોટ જીલ્લા સહકારી સંઘની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બપોર સુધીમાં 22 ફોર્મ ભરાયા હતા. હવે ચૂંટણી થાય છે કે બીનહરિફ કરવાના પ્રયાસમાં સફળતા મળે છે. તેના પર મીટ માંડવામાં આવી રહી છે. જીલ્લા સંઘની 17 બેઠકોની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. સહકારી નેતા તથા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાનું રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્ર પર પ્રભુત્વ છે. તેમના દ્વારા પેનલ ઉભી કરવામાં આવી હતી અને તમામ 17 બેઠકો પર ફોર્મ ભર્યા હતાં.
રાદડીયા પેનલમાં જસદણની બેઠક પરથી ગંગદાસભાઇ કાકડીયા, વીંછીયામાંથી તળશીભાઇ રાઠોડ, મોરબીમાંથી મગન વડાવીયા, માળીયામાં પ્રાણજીવન કાવર, વાંકાનેરમાં હુસેન શેરસીયા, ટંકારામાં મનસુખ ભાડજા, કોટડા સાંગાણીમાં લાભુભાઇ કુવાડીયા, ઉપલેટામાં ધર્મેન્દ્ર મુરાણી, જામકંડોરણામાં જેન્તી પાનસુરીયા, ધોરાજીમાં જમનાદાસ બાલધા, જેતપુરમાં દિનેશ ભુવા, પડધરીમાં હેમંતસિંહ જાડેજા, ગોંડલમાં પ્રવિણ રૈયાણી, લોધિકામાં તળશીભાઇ ગમઢા, રાજકોટમાં મનસુખ સંખારવાએ ઉમેદવારી નોંધાવી હતી. જીલ્લા લેવલની સંસ્થાઓના પ્રતિનિધિની બે બેઠકો પરથી અરવિંદ તાળા તથા અરવિંદ તાગડીયાએ ફોર્મ ભર્યા હતાં. ફોર્મ ભરતી વેળાએ જયેશ રાદડીયા, ગોરધન ધામેલીયા, ભૂપત બોદર, જયેશ બોઘરા સહિતના આગેવાનો હાજર હતાં.
દરમ્યાન સૂત્રોએ કહ્યું કે, અમુક બેઠક પર હરિફો પણ વ્યકિતગત રીતે મેદાને આવ્યા છે. બપોર સુધીમાં 22 ફોર્મ ભરાયા હતા. ફોર્મ પાછા ખેંચવાના દિવસ પૂર્વે સમજાવટથી ઉમેદવારી પાછી ખેંચાવીને ચૂંટણી બીન હરિફ કરવાના પ્રયાસ થવાની સંભાવના છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો