૨બીઉલ અવ્વલ માસના શરૂ થવાની સાથે જ વાંકાનેરના મુસ્લિમ વિસ્તારો તકરીર – ન્યાઝ ના કાર્યક્રમો અને આકર્ષક લાઇટિંગ રાત્રીના સમયે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. લક્ષમીપરા, હુશેન ચોકવાળી શેરી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકની પાછળ ની શેરીમાં આ માસ ના પ્રારંભથી જ દરરોજ સાંજે મગરીબની નમાજ઼ બાદ આમ ન્યાઝનો કાર્યક્રમ લાખા અફઝલ અલીભાઈ તથા તેની કમિટીની મહિલાઓ દ્વારા ન્યાઝ બાંટવામાં આવે છે. જેમા અફઝલની કમિટીના યુવાનો દ્વારા વ્યવસ્થા કરાય છે. જ્યારે લક્ષ્મીપરા હુસેની ચોકમાં દરરોજ રાત્રે તકરીરનો જલસો થઈ રહ્યો છે.



આ તકરીરમાં ઈસ્લામના પાયાના સિધ્ધાતો પણ સમજાવાઈ રહ્યા છે, તેજ રીતે સીપાઈ શેરી, દિવાનપરા અને અન્ય વિસ્તારોમાં પણ આ જલ્સો બુધવાર સુધી ચાલશે.



તા. 28 ને ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યે ઈદ- મિલાદુન્નબીની ઝુલુસ હુશેની ચોકથી શરૂ થશે. ત્યાંથી દાણાપીઠ ચોક, વાંઢા લીમડા ચોકથી રસાલા રોડ, હઝરત જોરાવર પીરબાવાની દરગાહ થઈ ગ્રીનચોક, બજાર રોડથી ઝુલુસ હઝરત શાબાવા મલંગની દરગાહ શરીફે પહોંચી


ત્યાં ચાદર ચઢાવી, સલાતો-સલામ બાદ આ ઝુલુસ મારકેટ ચોકથી પ્રતાપ રોડ, હઝરત દીનદાર પીર દરગાહે સલાતો સલામ બાદ ફરી હુસેની ચોકમાં વિસર્જન થશે.
(અયુબખાન પઠાણ દ્વારા)
