વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ સીરામીક ગૃપ ઓફ કંપનીના એમ.ડી. પરોપકારમ સતામ વિભૂત ની ઉક્તિને સદાય સાર્થક કરનારા, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલ લોકપ્રિય વ્યક્તિ શ્રી પ્રજ્ઞેશભાઈ બી. પટેલ ના ૧, ઓગષ્ટ-૨૦૨૪ ના રોજ તેઓના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચવિધ કાર્યક્રમો રાખેલ છે.
જેમાં (૧) રક્તદાન શિબિર (૨) વૃક્ષારોપણ (૩) કર્મચારીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળના વિમાનો લાભ (૪) શાકભાજી બિયારણ તથા વૃક્ષરોપા વિતરણ (૫) મનો દિવ્યાંગ બાળકોને મિષ્ટ ભોજનનો સમાવેશ થાય છે….

