બાઈક સ્લીપ થતા ઇજા
વાંકાનેર: માટેલ પાસે એક યુવાનને સાપે દંશ માર્યો હતો અને સારવારમાં બચી ગયો છે, બીજો બનાવ માટેલ પાસે બાઈક સ્લીપ થતા ઇજા થયાનો બન્યો હતો….
વાંકાનેર તાલુકાના માટેલ પાસે 21 વર્ષનો યુવાન જેનુ નામ વનરાજભાઈ કમોભાઈ છે તે યુવાનને પાણી પીવા જતા જમણા હાથના અંગુઠા ઉપર સાપે દંશ માર્યો હતો જેથી તેની તબિયત બગડતા 108 ના સ્ટાફે ડો. પરેશભાઈના માર્ગદર્શનથી ઈએમટી પ્રવીણભાઈ મેર અને પાઇલોટ રાકેશભાઈએ યુવાનને સારવાર આપીને યુવાનનો જીવ બચાવ્યો હતો અને આ યુવાનને વાંકાનેર સિવિલે લઈ આવ્યા હતા
બાઈક સ્લીપ થતા ઇજા
માટેલ ગામે આવેલ ધરા પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં જયેશભાઈ રામજીભાઈ પરમાર (૩૬) રહે. ભેખડની વાડી શનાળા રોડ મોરબીને ઇજા થઇ હતી…