કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગારીડાના બગ્ગા બાપુનું 139 મી વખત રક્તદાન

રીબડા ખાતે સ્વ.મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિના સ્મરણાર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ રક્તદાન કર્યું

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે હઝરત અબ્દુલ્લાશા પીરના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગ્ગા બાપુ જેઓની જન્મભૂમિ ધાંગધ્રા અને હાલ કર્મભૂમિ વાંકાનેરના ગારીડા ગામે વર્ષોથી વસવાટ કરે છે, વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સામાજિક સેવાઓમાં તત્પર રહે છે; તેવા સર્વે સમાજ ચિંતક મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ એવા મુસ્તુફા ઉર્ફે બગા બાપુ એ તાજેતરમાં 139 મી વખત રક્તદાન કર્યું છે…

જે અંગેની મુસ્તુફા ઉર્ફે બગા બાપુ એ જણાવેલ વિગતમાં મોરબી જિલ્લા તેમજ જામનગર, રાજકોટ, અમદાવાદ વગેરે શહેર જિલ્લાઓમાં બ્લડ કેમ્પમાં હાજરી આપી બ્લડ ડોનેટ કરે છે; જેથી અત્યાર સુધીમાં 139 મી વખત રક્તદાન કરી મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના રીબડા ગામ ખાતે સ્વ.મહિપતસિંહજી જાડેજા માજી ધારાસભ્યની પ્રથમ પુણ્યતિથિના સ્મરણાર્થે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જ્યાં વાંકાનેરના ગારીડાના હજરત અબ્દુલ્લાશા પીરના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગા બાપુએ139 બ્લડ ડોનેટ કરી સર્વે સમાજ સેવક તરીકેની ઓળખ આપી છે…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!