કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હજ માટે 15 લાખ મુસ્લિમો મક્કા પહોંચ્યા

કોરોના પહેલા 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી

સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રા માટે અત્યાર સુધી લગભગ 15 લાખ વિદેશી હાજીઓ પહોંચ્યા છે. જેમાંથી મોટા ભાગના હાજી વિમાન મુસાફરી થકી મક્કા પહોંચ્યા છે. સાઉદીના અધિકારીઓના કહેવા અનુસાર 2020માં કોરોના વાયરસની મહામારી પ્રસરી તે પછી આ પહેલુ એવુ વર્ષ છે કે, કોઈ પ્રકારના નિયંત્રણો વગર હજ યાત્રા થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સોમવારથી શરૂ થનારી હજ યાત્રામાં હજી પણ વધારે વિદેશી હજ યાત્રીઓ પહોંચવાની સંભાવના છે.

ઈસ્લામમાં હજયાત્રાને બહુ પવિત્ર માનવામાં આવે છે. શારીરિક અને આર્થિક રીતે જે મુસ્લિમો સક્ષમ હોય તેમણે જીવનમાં એક વખત હજ કરવી જોઈએ તેવુ કહેવાય છે. હજ યાત્રા દુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજન પૈકીની એક છે. સાઉદી અરબની સરકારનુ માનવુ છે કે, 2023માં હજયાત્રીઓની સંખ્યા કોરોનાકાળ પહેલા જેટલા હજયાત્રીઓ આવતા હતા તેની નજીક પહોંચી શકે છે. કોરોના પહેલા 2019માં અલગ અલગ દેશમાંથી 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!