ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે
ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2 કરોડ રુપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાંથી આ રકમ ધારાસભ્યોને ફાળવી આપવામાં આવનાર છે. મુખ્ય પ્રધાને આ મહત્વના નિર્ણયને જાહેર કર્યો છે અને જેને લઈ હવે શહેરી વિસ્તારના રસ્તાઓનુ સમારકામ ઝડપથી હાથ ધરાશે.
વર્ષ 2023-24 માટે મુખ્યપ્રધાને અલગથી ગ્રાન્ટ ધારાસભ્યોને ફાળવી આપવા માટેનો નિર્ણય કર્યો છે. આમ શહેરી વિસ્તારમાં ઉબડ ખાબડ રસ્તાઓથી પરેશાન લોકોને હવે માર્ગની મરામત થતા રાહત સર્જાશે.
રાજ્યમાં અનેક શહેરોમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટી જવાને લઈ મુખ્યપ્રધાને ઝડપથી રસ્તાઓનુ સમારકામ થાય અને વિસ્તારના જનપ્રતિનિધીની સીધી દેખરેખ હેઠળ થાયએ હેતૂથી ધારાસભ્યોને જ આ ગ્રાન્ટ ફાળવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.હવે જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે.