કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

ચીફ ઓફિસરની બદલી: ધવલ વેકરીયા નવા ચીફ ઓફિસર

સ્થાનિક રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય

વાંકાનેર: રાજ્યના વહીવટી તંત્રમાં થયેલી આંતરિક બદલીઓના ભાગરૂપે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરની જગ્યાએ નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમયથી વાંકાનેરમાં કાર્યરત ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની બદલી

ધ્રોલ ખાતે કરવામાં આવી છે. ગીરીશ સરૈયાની બદલીને પગલે ખાલી પડેલી વાંકાનેર ચીફ ઓફિસરની જગ્યા પર અમરેલી એટેચમેન્ટમાં ફરજ બજાવતા ધવલ વેકરીયાની નિમણૂક કરવામાં આવી છે. આ બદલી વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગ આપવા અને સરકારી બદલીઓના સામાન્ય ક્રમ મુજબ આ નિર્ણય લેવાયો છે.વાંકાનેરના લોકો માટે MS 99 મોલ લઈ આવ્યું ઘર વપરાશની દરેક વસ્તુ

વાંકાનેરના સ્થાનિક રાજકારણ અને વહીવટી વર્તુળોમાં આ બદલી ચર્ચાનો વિષય બની છે. નવા નિમણૂક પામેલા અધિકારી ધવલ વેકરીયા આગામી દિવસોમાં વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળશે. તેમના આવવાથી શહેરના વિકાસના અટકેલા કામો અને નગરપાલિકાની કામગીરીમાં નવી ઉર્જા આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!