કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

અગાઉની માથાકૂટ કારણભૂત

વાંકાનેર: તાલુકાના જોધપર ગામે અગાઉ નાની નાની બાબતમાં ઝગડાઓ- ગાળા ગાળી કરતા હોય જે બાબતે અરજી આપવા માટે આવેલ હોય જે અંગે સામેવાળાને સારૂ નહી લાગતા ઝગડો કરી પ્લાસ્ટીકના પાઇપ તથા લાકડી વતી માર મારવાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામના નાગલબેન વાલજીભાઈ રાઠોડ (ઉવ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા એક દિકરો અને ચાર દિકરીઓ છે મારા પતિ ડ્રાઇવીંગ કરે છે.
બનાવના દિવસે સાંજના સાતેક વાગ્યે મારી બન્ને દિકરીઓ ભુમીકા અને કુંજલ દુકાનેથી છાસ લઇ ધરે પરત આવતી હતી ત્યારે અમારા ધર પાસે આવેલ ચોકમાં ભાવુબેન કીશનભાઇ સોલંકીએ દિકરીઓને જેમફાવે તેમ ગાળો બોલી ઝગડો કરવા લાગેલ જેથી હું ત્યાં ગયેલ અને તેને મે કહેલ કે ‘કેમ મારી દિકરીઓને ગાળો બોલેસ?’ આથી તે મારી સાથે ઝગડો કરવા લાગેલ જેથી મારા ભત્રીજાની વહુ રેખાબેને તેના પતિ કિશનને બોલાવેલ અને ભાવુબેને મને મોઢા ઉપર પ્લાસ્ટીકનો જાડો પાઈપ મારેલ અને હું નીચે પડી ગયેલ અને આ વખતે આ ભાવુબેનનો ધરવાળો ત્યાં લાકડી લઇ આવી મારી ભત્રીજા વહુ રેખાબેનને હાથમાં લાકડી મારેલ,
અમો દેકારો કરતા ત્યાં મારા પતિ તથા અમારા ધરના સભ્યો અને શેરીના માણસો ભેગા થઇ જતા આ ભાવુબેન તથા તેનો પતિ કિશન આ બન્ને જણા જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલતા બોલતા જતા રહેલ અને મને ડાબી સાઇડ જડબાના ભાગે મુઢ માર વાગેલ હોય અને મારી ભત્રીજા વહુ રેખાબેનને હાથના ભાગે મુઢ માર વાગેલ હોય અમો અહી પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા આવેલ છીએ
પોલીસ ખાતાએ બી.એન.એસ કલમ- ૧૧૫(૨),૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૫૪, જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ તથા ગુન્હામાં એકબીજા એ મદદગારી કરી મહે. જીલ્લા. મેજી.સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગનો ગુન્હો નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!