કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જોધપરમાં નાની વાતમાં ધોકા- પાઇપથી માર માર્યો

જોધપરમાં નાની વાતમાં ધોકા- પાઇપથી માર માર્યો

મહિલાની ફરિયાદ: છ આરોપી

અગાઉ રમતા છોકરાઓ બાબતે બોલચાલી થયેલ

વાંકાનેર: તાલુકાના જોધપર ગામે આગાઉ છોકરા રમવા બાબતે બોલાચાલી થયેલ હોય જે કારણે આ છ આરોપીઓએ લાકડાના ધોકા (લાકડી) તથા પ્લાસ્ટીકના પાઇપ વડે આડેધડ શરીરના ભાગે મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી મે. જીલ્લા મે જી.સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધાયો છે…

મળેલ જાણકારી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામના ભાવુબેન કિસનભાઈ અમરસીભાઇ સોલકી અનુ, જાતી (ઉવ.૩૫) ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમાં બે દિકરીઓ અને બે દિકરાઓ છે અને મારા પતી રીક્ષાનુ ડ્રાઈવીંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તા. ૧૧/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના હું, દિકરી શિવાની (ઉવ. ૧૫) તથા મારા બન્ને જોડીયા છોકરા સાથે શાકભાજી દુધ લેવા માટે જતાં હતાં, ડો. બાબા સાહેબના બોર્ડ પાસે શેરીમાં વાલાભાઇ દેવાભાઇ રાઠોડ, રાહુલભાઇ હમીરભાઇ રાઠોડ, નાગલબેન વાલાભાઇ રાઠોડ તથા રેખાબેન રાહુલભાઇ રાઠોડ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હોય જેથી મેં ગાળો દેવાની ના પાડતા આ ચારેય જણા એકદમ ઉશ્કેરાઇ ગયેલ
જેમાં વાલાભાઇ, રાહુલ, નાગલબેન અને રેખાબેન લાકડાના ધોકા આડેધડ મારવા લાગેલ, જેથી મારા નાનો દિકરો તેના પિતા એટલે કે મારા પતિને બોલાવવા ગયેલ હોય અને તે આવતા વધુ મારથી બચાવેલ, પછી થોડીવારમાં કુંજલબેન વાલાભાઇ રાઠોડ અને દેવવુબેન હમીરભાઈ રાઠોડ પણ આવી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મારવા માટે દોડેલ હોય મારા પતિ અમને ત્યાંથી લઇ ગયેલ અને આ રાહુલભાઇ તથા વાલભાઇ જેઓએ મને તથા મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાળો બોલતાં-બોલતાં રીક્ષામાં બેસી જતાં રહેલ હતાં ૧૦૮ માં હું તથા મારી દિકરી શિવાની અને મારા પતિ બાળકો સાથે સારવારમાં સરકારી દવાખાને ગયેલ હતાં
આ બનાવનુ કારણ એવુ છે કે છોકરાઓ રમતા હોય જે બાબતે બોલચાલી થયેલ હોય જે અંગેની દાઝ રાખી આ લોકો વારાફરતી આવી મને તથા મારી દિકરી શિવાનીને લાકડાના ધોકા, પ્લાસ્ટીકના પાઇપ વતી મુંઢ માર મારેલ છે આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) વાલાભાઇ દેવાભાઇ રાઠોડ
(2) રાહુલભાઈ હમીરભાઇ રાઠોડ
(3) નાગલબેન વાલાભાઇ રાઠોડ
(4) રેખાબેન રાહુલભાઇ રાઠોડ
(5) કુંજલબેન વાલાભાઇ રાઠોડ
(6) દેવુબેન હમીરભાઇ રાઠોડ
રહે. બધા જોધપર
પોલીસ ખાતાએ બી.એન.એસ કલમ- ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૨),૩૫૧(૩), ૫૪, તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ એકબીજાને મદદગારી કરી મે. જીલ્લા મે. જી.સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!