ભાટીયા સોસાયટી પાસે રહેતો યુવાન
વાળ ભેગા કરવાની ફેરી કરવાના પૈસા માંગ્યા હતા
વાંકાનેર: અહીં ભાટીયા સોસાયટી પાસે રહેતાં અને છુટક મજૂરી કરતાં યુવાનને વિરપર રોડ પર માટેલ મંદિર નજીક હતો ત્યારે તેના જ ગામના હાદીયા દેવીપૂજક નામના શખ્સે લોખંડના પાઇપથી બેફામ માર મારી બંને હાથ ભાંગી નાંખતા અને પગમાં પણ ઇજાઓ પહોંચાડતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે…


ભોગ બનેલ છગન કરસનભાઇ વાઘેલા (ઉ.વ.30) કહેવા મુજબ પોતે બે બહેન અને ત્રણ ભાઇમાં નાનો છે અને પત્નિ હયાત નથી. પોતે છુટક મજૂરી કરે છે. હાદીયાએ ગઇકાલે માટેલ તથા આસપાસના ગામમાં પોતાની સાથે વાળ ભેગા કરવાની ફેરી કરવા સાથે આવવાનું અને આ કામના સાંજે પોતે પૈસા આપશે તેમ કહેતાં પોતે સાથે ગયો હતો અને આખો દિવસ ફેરી કરી હતી.
સાંજે લેણા નીકળતાં રૂા. 300 માંગતા હાદીયાએ ઉશ્કેકરાઈ જઈ કોઇ પૈસા આપવા નથી કહી ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં લોખંડના પાઇપથી તૂટી પડયો હતો. તેમ વધુમાં છગને કહ્યું હતું. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે છગનના આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે…

