કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

નવાપરામાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨ મળી આવી

વાંકાનેર: અહીં શકિતપરા સ્કુલ પાછળ શેરીમાં ચાર જણા જુગાર રમતા અને બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની કારી ધાર સીમ કૈલાસભાઇ પટેલની વાડીની પાસે માર્ગમાં લાઈટના અજવાળે જાહેરમાં પાંચ જણા જુગાર રમતા પકડાયા છે, ત્રીજા બનાવમાં વાંકાનેર નવાપરા શેરી નં-૦૩ માં રહેતા શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨ મળી આવી છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શકિતપરા સ્કુલ પાછળ શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં જાહેરમાં બેસી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૮૦૦/-ના મુદામાલ સાથે નીચે મુજબના આરોપીઓ મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે, કેટલાક આરોપીઓ હાજર મળી આવેલ તેમજ કેટલાક નાસી ગયેલ હતા
(1) રાયસીંગભાઈ દિનેશભાઈ બાબરીયા રહે. શકિતપરા
(2) આમીન મહેબુબભાઈ જેડા (ઉ.28) રહે. મિલ પ્લોટ
(3) રસિદભાઈ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા રહે. શકિતપરા
(4) સાહીલ હુશેનભાઈ પીપરવાડીયા રહે. ભાટીયા સોસાયટી
(5) જાનમામદ ઉર્ફે ઉર્ફે જાનીયો આદમભાઈ સિંધી રહે. શકિતપરા

બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની કારી ધાર સીમ કૈલાસભાઇ પટેલની વાડીની પાસે માર્ગમાં લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૨૫,૧૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધાયો છે. આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) જીતેશભાઈ જીવરાજભાઈ ધાડવી જાતે.કોળી (ઉ.30) રહે. વીનયગઢ
(2) ભુપતભાઈ માવજીભાઇ મકવાણા જાતે.કોળી (ઉ.42) રહે. વીનયગઢ
(3) રમેશભાઈ માવજીભાઈ ચૌહાણ જાતે,વાંણદ (ઉ.34) રહે. સરોડી, તા. થાનગઢ
(4) મહેશભાઈ ધમાભાઈ સારલા જાતે. ઠાકોર (ઉ.24) રહે. રામપરા(થાન), તા. થાનગઢ

ત્રીજા બનાવમાં વાંકાનેર નવાપરા શેરી નં-૦૩ માં રહેતા ભાવેશભાઈ હસમુખભાઈ વિંજવાડીયા વાળાના મકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨ કી.રૂ.૧૨૦૦/-નો મળી આવી છે આરોપી હાજર મળી આવેલ નથી, ગુન્હો પ્રોહિ એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬-બી, મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!