પીપળીયારાજના ભરવાડ યુવાને ઝેરી દવા પીધી: સરતાનપર ચોકડી પાસે મુસ્લિમ રિક્ષાચાલકનો અકસ્માત
વાંકાનેર: આજરોજ તાલુકામાં પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઇ ગોવિંદભાઈ ફાંગલીયા નામના ૩૮ વર્ષના યુવાને પોતાના વાડામાં જઈ ઝેરી દવા પી લેતા મોત નીપજયું હતું. આ ઘટના અંગે અગમ્ય કારણોસર તેમણે દવા પીધાની જાણ પોલીસ સ્ટેશને કરાતા તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજા બનાવમાં સરતાનપર ચોકડી પાસે ૫૫ વર્ષના અકબરમિયા હૈદરમિયા કાદરી નામના રિક્ષાચાલકને અજાણ્યા વાહને ઠોકર મારતા રીક્ષા રેલિંગ સાથે અથડાઇ હતી અને પોતે પડી જતાં તેની ઉપર અજાણ્યા વાહનનું વિલ ફરી વળતા તેમનું મોત નીપજ્યું હતું. તેમના ભાઇની ફરિયાદ પરથી પોલીસ ખાતાએ તપાસ ચાલુ કરી છે.