ઢુવા નજીક સગીરા ઉપર દુષ્કર્મના બનાવમાં અદાલતનો કડક ચુકાદો
મોરબી : વાંકાનેરના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેનાર આરોપીને નામદાર મોરબીની સ્પેશિયલ પોકસો અદાલતે 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.





આ કેસની વિગત જોઈએ તો વાંકાનેર તાલુકાના ઢુવા નજીક હીલટોપ સિરામિક ફેકટરીમાં વર્ષ 2017માં આરોપી વિશાલ ઉર્ફે બંટી મહેશભાઈ સૂર્યવંશી નામના આરોપીએ સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેતા આ મામલે નોંધાયેલ ફરિયાદ બાદ નામદાર મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર અદાલતે આરોપીને 20 વર્ષની કેદ અને 32 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે સંજયભાઈ સી.દવે અને નિરજભાઈ કારિયા રોકાયેલ હતા.

