પરિણામની ઉતુક્તાથી રાહ જોતા લોકો : શરત લગાડનાર અત્યારથી જ ટેંશનમાં
વાંકાનેર વિધાનસભા બેઠક માટે માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે અને સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબ્બકાનું મતદાન પૂર થયા બાદ આગામી ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થયેલ મતદાનની મતગણતરી કરવામાં આવશે અને તેના માટેની ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ વખતે ગત ચુંટણી થી મતદાન ઓછું થયું હોવાથી આ મતદાન કોને ફડશે અને કોને નડશે તેના લઈને બુથવાઈઝ આંકડા મેળવીને હાલમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિતના જીત માટેના મતોનો તાલમેલ કરી રહ્યા છે જો કે, ઇવીએમ મશીનમાંથી એક પછી એક બુથના આંકડા નીકળશે ત્યાં પછી ઘણાને આંચકા લાગશે, તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
વાંકાનેર કુવાડવા બેઠકમાં આ ચુંટણીમાં 71.19 ટકા મતદાન છે અને ગત ચુંટણીમાં 74.38 ટકા મતદાન હતુ. હાલમાં ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આગમી 8 તારીખે મોરબીના મહેન્દ્રનગર ગામે પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ દરેક બેઠકમાં કુલ 14-14 ટેબલ રાખવામા આવશે અને એક બેઠક માટેના 22 રાઉન્ડના અંતે બેઠકનું ફાઇનલ ચિત્ર સામે આવશે.