રૂપિયા રૂ.૧૩૭૦૦/ નો વિદેશી દારૂ પકડી ત્રણ આરોપી સામે કાર્યવાહી
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે બાતમીના આધારે મિલ પ્લોટમાં રહેણાંકના મકાનમાં પાડેલ દરોડામાં 23 બોટલ રૂપિયા રૂ.૧૩૭૦૦/ નો વિદેશી દારૂ પકડી ત્રણ આરોપી સામે કાર્યવાહી કરી છે…..

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે બાતમીના આધારે મિલ પ્લોટ મચ્છુમાંના મંદીર પાસે આવેલ સાવનભાઈ ધીરૂભાઈ ઝાલાના કબ્જા ભોગવટા વાળા મકાનમા ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવી તેના ભાગીદાર સાથે ખાનગીમાં વેચાણ કરે છે અને જથ્થો મકાનમાં જ હાલે છુપાવી રાખેલ છે, આથી પોલીસ ખાતાએ દરોડો પાડી (1) સાવનભાઈ ધીરૂભાઇ જાલા (ઉ.20) રહે. મીલ પ્લોટ મચ્છુ માના મંદીર પાસે (2) સુરજભાઈ શામજીભાઈ સોલંકી (ઉ.29) રહે. આસ્થા ગ્રીન સોસાયટી વાંકાનેર અને 



(3) તુલશીભાઈ પરસોતમભાઈ સોલંકી (ઉ.20) રહે. નવાપરા ઇંટોના ભઠ્ઠઠા પાસે વાળાને ગુન્હામા એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપીનં (૧) એ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમા આધાર વગર (1) ROYAL CHALLENGE બોટલો નંગ ૮ કિ રૂ. ૧૦,૪૦૦/ તથા (૨) KINGFISHER SUPER ટીન નંગ-૧૫ કિ.રૂ.૩૩૦૦/- મળી કુલ મુદામાલ કી.રૂ.૧૩૭૦૦/- નો વેચાણ કરવાના આશયથી રાખી રેઈડ દરમ્યાન ત્રણેય આરોપીઓએ હાજર મળી આવતા ગુન્હો પ્રોહી.એકટ કલમ ૬૫ એ ૧૧૬બી ૮૧ મુજબ નોંધેલ છે, કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા, પો હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.કોન્સ દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી….

