કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

દારૂના નશામાં પડી જતા માથામાં ઈજાઓ થતા મૃત્યુ

વાંકાનેર: તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ એક કારખાનાના કવાટર્સમાં રહેતો યુવાન દારૂના નશામાં ચાલીને જતો હતો ત્યારે પડી જતા માથામાં ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું છે….

જાણવા મળ્યા મુજબ ઢુવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની શીવ સંજુભાઈ માવી (ઉ.30) નામનો યુવાન દારૂના નશામાં ચાલીને જતો હતો ત્યારે પડી જતા માથામાં ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!