વાંકાનેર: પોલીસ ખાતાએ સીટી અને તાલુકામાં પાંચ જગાએ દરોડા પાડી કાર્યવાહી કરી હતી, પહેલા દરોડામાં મચ્છુ નદીના કાંઠે પુલના છેડે દેવીપુજક વાસમાં ખુલ્લી જગ્યામાં 9 જણાને, બીજા દરોડામાં આરોગ્યનગર એસ.ટી. ચોકમાં પાડેલ જેમાં 2 જણાને ત્રીજામાં નવાપરા ખડી વિસ્તાર બજારમાં 3 જણાને, ચોથા દરોડામાં ભાટિયા સોસાયટી સ્મશાન પાછળ ખુલ્લા મેદાનમાં 2 જણાને અને પાંચમા દરોડામાં જુના ઢુવા ગામની સીમમાં આવેલ હોટેલ રામદેવ પાસે ભંગારના ડેલા પાછળ 9 જણાને જુગાર રમતા પકડેલ હતો…
જાણવા મળ્યા મુજબ પ્રથમ દરોડામાં વાંકાનેર મચ્છુ નદીના કાંઠે પુલના છેડે દેવીપુજક વાસમાં ખુલ્લી જગ્યામાં નવ જણાને જુગાર રમતા રોકડા રૂ.૭૦, ૫૦૦/- ના મુદામાલ સાથે પકડેલ છે (1) દિપકભાઈ કનુભાઈ કડીવાર (ઉ.33) (2) જયપાલભાઇ ઉર્ફે જેકી ભીખુભાઇ કડીવાર (ઉ.25) (3) સુનીલભાઈ ભીખુભાઈ કડીવાર (ઉ.25) (4) વીરૂભાઈ ખેંગારભાઈ કડીવાર (ઉ.26) (5) અમીતભાઇ વીજુભાઈ કડીવાર
(ઉ.44) (6) અમરભાઈ ખેંગારભાઈ કડીવાર (ઉ.22) રહે, ઉપરના બધા મચ્છુ નદીના પુલના છેડે દેવીપુજકવાસ દેલવાડીયા સાહેબના દવાખાના વાળી શેરી (7) શંકરભાઈ રમેશભાઇ સોલંકી (ઉ.26) રહે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી શીવનગર શેરી (8) મોહનભાઈ અવચરભાઇ લોરીયા (ઉ.32) રહે. નેકનામ ટંકારા અને (9) કલ્યાણભાઈ નવનીતભાઈ કુઢીયા (ઉ.38) રહે. નેકનામ, ટંકારા પોલીસ ખાતાએ ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોધેલ છે…
બીજો દરોડો વાંકાનેર આરોગ્યનગર એસ.ટી. ચોકમાં પાડેલ જેમાં (1) કાનજીભાઈ ઉર્ફે કાનો ભવાનભાઈ ફાંગલીયા (ઉ.25) રહે. તીથવા અને (2) ધર્મેશભાઇ ઉર્ફે ધમો જગદીશભાઇ સરવૈયા (ઉ.23) રહે. આરોગ્યનગર વાળાને રોકડા રૂપીયા ૨૭૪૦ સાથે પકડેલા છે….
ત્રીજા દરોડો વાંકાનેર નવાપરા ખડી વિસ્તાર બજારમાં પડેલ હતો, જેમાં (1) સુખદેવભાઈ સીદીભાઈ ચારોલીયા (ઉ.35) નવાપરા પુલના છેડે મચ્છુનદીના કાઠે દેલવાડીયા સાહેબના દવાખાના પાસે (2) અજયભાઈ બચુભાઈ ભોજયા (ઉ.31) રહે. નવાપરા ખડીપરા અને (3) રોહીતભાઈ ભુપતભાઈ આધરોજીયા (ઉ.19) રહે. વાંકીયા વાળાને રૂપીયા 2360 સાથે પકડેલા છે….
ચોથા દરોડામાં ભાટિયા સોસાયટી સ્મશાન પાછળ ખુલ્લા મેદાનમાં પડેલ જેમાં (1) જીતેંદ્રસિંહ ધરર્મેદ્રસિંહ ઝાલા (ઉ.39) રહે. ભાટીયા સોસાયટી, અને (2) વિવેકભાઈ સંજયભાઈ ધામેચા ઉ.19) રહે. વીસીપરા ચોકથી રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે કુકડીયા પરામાં રૂપીયા 6290 સાથે પકડેલા છે….
પાંચમા દરોડામાં જુના ઢુવા ગામની સીમમાં આવેલ હોટેલ રામદેવ પાસે ભંગારના ડેલા પાછળ 1. પ્રતાપસિંહ ગંભીરસિંહ જાડેજા રહે. હાલ જુના ઢુવા 2. રવિભાઈ વિરમભાઈ માલકીયા રહે. જુના ઢુવા 3. રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ રહે.હાલ નવા ઢુવા 4. મુકેશભાઈ કાળુભાઈ ખીંટ રહે.નવા ઢુવા 54 અજયભાઈ ખોડાભાઈ દેગામાં રહે. નવા ઢુવા 6. પ્રતીકસિંહ જનકસિંહ ઝાલા રહે નવા વઘાસીયા 7. નાસીરભાઈ હુસેનભાઈ શાહમદાર રહે.રાણેકપર 8. ઈમ્તીયાજભાઈ હુસેનભાઈ શાહમદાર રહે.રાણેકપર 9. સલમાનભાઈ યુસુફભાઈ કાજી રહે. જુના ઢુવા અને 10. ભાવેશભાઈ મનસુખભાઈ નિમાવત રહે. રાણેકપર વાળાઓ રોકડા રૂપિયા 97,240 સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી…