ચાર પકડાયા: બે નાસી ગયા
વાંકાનેર: અહીંના નવાપરા શેરી નં.૧ પાસે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા ત્રણ જણા સામે ગુન્હો નોંધાયો છે, જેમાંથી એક શખ્સ નાસી ગયો છે બીજો દરોડો જીનપરા શેરી નં 12 માં ખુલ્લા પટ્ટમાં પડેલ જેમાં પણ ત્રણ જણા સામે ગુન્હો નોંધાયો છે, જેમાંથી એક શખ્સ નાસી ગયો છે…

જાણવા મળ્યા મુજબ નવાપરા શેરી નં.૧ પાસે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પેસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા રૂ.૩૧૧૦/- કબ્જે કરી આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી થઇ છે, આરોપીના નામ નીચે મુજબ છે….

(1) ગણેશભાઇ હકાભાઈ ઉઘરેજા (ઉ.19) રહે. નવાપરા રામજી મંદિર વળી સીધી શેરી (2) સાહીલભાઇ શંકરભાઇ સારલા (ઉ. 19) રહે. વાંકાનેર ખડીપરા અને (3) લાલજીભાઇ ઉર્ફે ગોગો શિવાભાઈ કોળી રહે. ખડીપરા વાંકાનેર (નાસી ગયેલ છે) પોલીસ ખાતાએ ગુન્હો જુગાર ધારા કલમ ૧૨ મુજબ નોંધેલ છે, કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે ના પો.કોન્સ. ઘનશ્યમાભાઇ નાગજીભાઇ બાર તથા નારણભાઇ સુખાભાઇ લાવડીયા એ.એસ.આઈ દ્વારા કરવામાં આવી હતી.
બીજો દરોડો જીનપરા શેરી નં 12 માં ખુલ્લા પટ્ટમાં પડેલ હતો, જેમાં આરોપી (1) સલીમભાઈ રજાકભાઈ કુરેશી (ઉ.40) રહે. જીનપરા શેરી નં દશ (2) વિજયભાઇ ઉર્ફે કાનો પરસોતમભાઇ વિંઝવાડીયા (ઉ.30) રહે. જીનપરા શેરી નં દશ અને (3) સાગર છલાભાઇ કોળી રહે.જીનપરા રામજી મંદિર પાસે (નાસી ગયેલ છે) રૂ.૧૩૧ર૦/- કબ્જે કરી આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી થઇ છે..