ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ૩૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૩ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૨ના હોદ્દા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ અંગે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર હુકમ જારી કરવામાં આવ્યો છે. હુકમમાં જણાવ્યા અનુસાર, નીચે દર્શાવેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પે મેટ્રિક્સના લેવલ નંબર ૭ (રૂ. ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦) માંથી લેવલ નંબર ૮ (રૂ. ૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦) માં કામચલાઉ ધોરણે બઢતી આપવામાં આવી છે…
આ તમામ બઢતી પામેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બઢતી નામદાર સુપ્રીમ કોર્ટમાં પડતર સ્પેશિયલ લીવ ટુ અપીલ નંબર ૧૬૬૪૬/૨૦૧૬માં આવનાર આખરી ચુકાદાને આધીન રહેશે…
મોરબી જિલ્લામાંથી ત્રણ પીએસઆઇનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં ધર્મિષ્ઠઠા વિશાલ કાનાણી, પુષ્પાબેન રમેશભાઈ સોનારા અને નારણ માયાભાઇ ગઢવીના નામ છે, ત્રણેયને મિત્ર વર્તુળ અભિનંદન પાઠવી રહ્યા છે….