વાંકાનેર ધારાસભા વિસ્તારનું ગઈ વખત કરતા 2.68 % મતદાન ઓછું થયું: વાંકાનેર શહેરનું 4.08 % મતદાન ઘટ્યું, આમ છતાં ગઈ વખત કરતા શહેરના 5479 વધુ મત પડ્યા
વાંકાનેર તાલુકાના 7 ગામડામાં 90 % કે એનાથી વધુ મતદાન થયું છે, જેમાં સરતાનપર, જામસર, નાગલપર, વિઠ્ઠલપર, વીડી ભોજપરા, પ્રતાપગઢ અને રસીક્ગઢનો સમાવેશ થાય છે. વાંકાનેર તાલુકાના 3 ગામડામાં 55 % થી ઓછું મતદાન થયું છે જેમાં રંગપર, જાલસીકા અને કોટડાનાયાણીનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ તાલુકાના 4 ગામડામાં 55 % થી ઓછું મતદાન થયું છે, જેમાં રતનપર, ગઢકા, તરઘડીયા અને ઘંટેશ્વરનો સમાવેશ થાય છે.
નિચે બુથ દીઠ મળેલ મતોની વિગત આપી છે. પહેલા કોલમમાં બુથ ક્રમાંક, બીજી કોલમમાં બુથ (અને ગામ)નું નામ, ત્રીજી કોલમમાં ગઈ ચૂંટણીમાં થયેલ મતદાનની ટકાવારી, ચોથી કોલમમાં અત્યારના કુલ મતદારો, પાંચમીમાં થયેલ મતદાન અને છેલ્લી કોલમમાં જે તે ગામની ટકાવારી આપેલ છે. ઉપરાંત જે ગામમાં એકથી વધુ બુથ છે તે ગામનો સરવાળો પણ આપેલ છે.
આપના મોબાઈલમાં કમલ સુવાસના સમાચાર વાંચવા માટે વોટ્સઅપના સિમ્બોલ ઉપર ટેપ કરો. આથી તમારા મોબાઈલમાં ઓટોમેટિક વોટ્સઅપ ખુલશે, જેમાં અગાઉથી લખાયેલો ગુજરાતીમાં એક મેસેજ હશે. એ મેસેજને ફોરવર્ડ કરો. જે અમને મળશે. તમારે કોઈ મેસેજ કે નંબર લખવો નહીં પડે. પછી તમારા વોટ્સઅપમાં ઉપર અમારો જે નંબર છે, તેને સેવ કરો. જો અમારો નંબર સેવ નહીં કરો તો મેસેજ ફોરવર્ડ કરવા છતાંય તમને સમાચાર મળશે નહીં, માટે સેવ કરવાનું ભૂલશો નહીં. આ પ્રક્રિયા માત્ર એક વાર જ કરવાની છે. પછી તમારે ક્યારેય કોઈ મેસેજ મોકલવાની જરૂર નથી.


















