કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગુજરાતના મદરેસામાં 80 હજાર બાળકો પઢે છે

ગુજરાતમાં 1300 જેટલા મદરેસા

7000 એવા બાળકો જે ક્યારેય સ્કૂલે ગયા જ નથી
સૌથી વધુ બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં મદરેસા છે

રાજ્યની 1300 થી વધુ મદરેસાઓમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સરવે દરમિયાન રાજ્યની મદરેસાઓની સ્થિતિ, છોકરા, છોકરીઓની સંખ્યા, બિનહિંદુ બાળકોની સંખ્યા, મદરેસાના મકાનની સ્થિતિ, મદરેસાના શિક્ષકોને થતા પગારની વિગતો, મદરેસાઓને મળતા ફન્ડ઼િંગ અને મદરેસામાં જતા બાળકો શાળામાં જઈ શાળાકીય શિક્ષણ મેળવે છે કે નહીં આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.

મદરેસામાં જતા 80 હજાર પૈકી 7000 બાળકો શાળાએ જતા નથી
મદરેસામાં સરવે કામગીરીમાં સામે આવ્યુ છે કે રાજ્યની 1300થી વધુ મદરેસાઓમાં 80 હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમા સમગ્ર રાજ્યમાં 7 હજાર બાળકો એવા છે જેઓ સ્કુલી શિક્ષણ નથી મેળવી રહ્યા. રાજ્યમાં મદરેસાઓમાં ભણતા 80 હજાર પૈકી 73 હજાર બાળકો ધાર્મિક અને સામાન્ય શિક્ષણ બંને લઈ રહ્યા છે. જ્યારે 7 હજાર બાળકો માત્ર ધાર્મિક શિક્ષણ જ લે છે અને શાળાએ જતા નથી. જેમા 4700 છોકરા અને 2300 છોકરીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં મુસ્લિમ બાળકો મદરેસામાં ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે. એક મીડિયા અહેવાલ અનુસાર ભાવનગરમાં 1400 બાળકો અને બનાસકાંઠામાં 1100 બાળકો શાળાએ જઈ રેગ્યુલર શિક્ષણ નથી લઈ રહ્યા. એ સિવાય અમદાવાદ જિલ્લામાં સરવેમાં સામે આવ્યુ છે કે 200 જેટલા બાળકો શાળાનુ શિક્ષણ નથી મેળવી રહ્યા. જો કે રાજ્યની એકપણ મદરેસામાં એકપણ બિનમુસ્લિમ બાળક અભ્યાસ કરતો હોવાનુ સરવેમાં સામે આવ્યુ નથી.

રાજ્યનું એકપણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે સરવેનો મુખ્ય હેતુ
આ સરવેનો મુખ્ય હેતુ બાળકો ભારત સરકારના રાઈટ ટુ એજ્યુકેશનના અધિકારથી વંચિત ન રહે તે જોવાનો છે. દરેક બાળક શાળાએ જાય અને પ્રાથમિક શિક્ષણ મેળવે તે જરૂરી છે. શિક્ષાના અધિકારથી કોઈ બાળક વંચિત ન રહે તે હેતુથી આ સરવેની કામગીરી કરવામાં આવી છે. સરકાર સ્પષ્ટ સંદેશ આપવા માગે છે કે તેઓ કોઈપણ પ્રકારના ધાર્મિક શિક્ષણ વિરુદ્ધ નથી. કોઈપણ બાળક ધાર્મિક શિક્ષણ મેળવે તેની સામે સરકારને કોઈ વાંધો નથી પરંતુ સાથોસાથ બાળકો શાળાનુ શિક્ષણ મેળવે તે પણ એટલુ જ જરૂરી છે.

રાજ્ય સરકારને સરવે માટેનું ત્રણ વર્ષ પહેલા જ પાઠવાયુ હતુ સમન
રાજ્યની મદરેસાઓમાં હાથ ધરાયેલા સરવેમાં જાણવા મળ્યુ છે કે 80 હજાર બાળકો મદરેસામાં જાય છે, જેમાંથી 7 હજાર બાળકો સ્કૂલે જતા નથી. આ બાળકોની ઉમર 6 થી 15 વર્ષની છે. આથી 15 વર્ષ સુધી કોઈપણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગરના આ બાળકોને આગળ જતા નોકરી શોધવામાં સમસ્યા આવી શકે છે. શિક્ષણ ન લીધુ હોવાથી તેમની પાસે આવકના સ્ત્રોત પણ મર્યાદિત રહે છે અને આ બાળકો મોટા થઈને ગરીબીના ગર્તામાં ધકેલાઈ શકે છે, ગરીબીને કારણે કોઈ અસમાજિક પ્રવૃતિ તરફ પણ તેઓ વળી શકે છે તે શક્યતાને પણ નકારી ન શકાય. આ સરવેના ટાઈમિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાત સરકારને આ સરવે કામગીરી માટેનુ સમન વર્ષ 2021માં જ મળી ગયુ હતુ. જો કે એ સમયે કોઈ કારણોસર રાજ્ય સરકાર આ સરવેની કામગીરી કરી શકી ન હતી. જે બાદ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ગુજરાતના શિક્ષણ વિભાગને નોટિસ પાઠવી સરવેની કામગીરી એક સપ્તાહમાં પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો હતો.

રાજ્યની 39 જેટલી મદરેસાઓએ શિક્ષણવિભાગની સરવે ટીમને સહકાર આપવાનો કર્યો ઈનકાર
આ દરમિયાન રાજ્ય સરકારે 1315 મદરેસાઓનો સરવે કરવાનો હતો. આ સરવેમાં કેટલીક મદરેસાઓ દ્વારા સહકાર ન મળ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. જેમા 39 જેટલી મદરેસાઓએ શિક્ષણ વિભાગને સહકાર ન આપતા ત્યા સરવેની કામગીરી થઈ શકી નથી. આ ઉપરાંત અમદાવાદમાં પણ સરવે કામગીરી દરમિયાન આચાર્ય પર ટોળાના હુમલા સહિતની ઘટનાઓ સામે આવી હતી. આ સરવે કામગીરી દરમિયાન અમદાવાદની 175 જેટલી મદરેસાઓમા સરવે કરવામાં આવ્યો હતો. જેમા 15 જેટલી મદરેસાઓએ સહકાર આપવાનો ઈનકાર કરી દીધો હતો અને કોઈપણ પ્રકારની માહિતી આપી ન હતી. જ્યારે અમદાવાદ ગ્રામ્યની 29 જેટલી મદરેસા પૈકી 3 મદરેસાઓએ વિગતો આપી ન હતી. આ સહિત રાજ્યમાં છોટા ઉદેપુર અને કચ્છ જિલ્લામાં કેટલીક મદરેસાઓએ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. આ પ્રકારે રાજ્યની 39 જેટલી મદરેસામાં સરવે કરવામાં આવ્યો નથી. જો કે સરકારે પણ સમાજમાં કોઈ ખોટો સંદેશ ન જાય તે હેતુથી ફરજિયાત સરવે કરવાનુ ટાળ્યુ છે.

ધાર્મિક દબાણનો ડેટા એકત્રિત કરવાનું શરૂ

સરવે દરમિયાન સામે આવેલી વિગતોને આગામી શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધ્યાનમાં રખાશે
મદરેસામાં સરવેની કામગીરી અત્યંત સંવેદનશીલ બાબત હોવાને કારણે અને લોકસભાની ચૂંટણી ચાલતી હોવાને કારણે આ સરવેના ટાઈમિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યા હતા. જો કે આ સરવે દરમિયાન સામે આવેલા આંકડા ઘણા ઉપયોગી સાબિત થશે અને આગામી દિવસોમાં રાજ્યમાં નવા સત્ર દરમિયાન થનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન તેનો લાભ લેવા પણ સરકારે કમર કસી છે. એકપણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે મુખ્ય ઉદ્દેશ સાથે સરકાર આ સરવેની વિગતોને ધ્યાનમાં લેશે.

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!