તા.06/11/2025 નો બનાવ
અજાણ્યો શખ્સ ખેત મજૂરના સેરવીને લઈ જતાં રેલ્વે પોલીસે તપાસ આદરી
વાંકાનેરથી વિરમગામ જવા ટ્રેનમાં બેસેલ શ્રમિકના ખિસ્સામાંથી રોકડ રૂ.80 હજારની ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટતાં રેલ્વે પોલીસે તપાસ આદરી હતી.


બનાવ અંગે હરિયાણા રહેતા રામચંદ્ર ફુલચંદ્ર વાસી (ઉવ.44) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે હરીયાણાં, રાજસ્થાન, તથા ગુજરાત ખાતે ખેત મજુરીના કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત સ્પપ્ટેમ્બર-2025 માસમાં તે પરીવાર જેમાં પત્ની સુનીતા, પિતરાઈ ભાઈ કિશન તથા તેની પત્ની જ્ઞાનુદેવિ, સાળો સુરેશભાઈ, તેની પત્ની રોશની દેવી સહિતના ગુજરાત ખાતે ખેતમજુરી કરવા માટે આવેલ હતા. કચ્છના રાધનપુર ગામ ખાતે કપાસ વિણવાની ખેત મજુરી કરતા હતા.


ગત તા.02/11/2025 ના ખેતમજુરી પુરી કરી ખેતમજુરીના કુલ રૂ. 80 હજાર તેમને મળેલ હતા, જે ખીસ્સામાં રાખેલ હતા. ત્યાંથી મોરબી ખાતે ખેતમજુરી શોધવા આવેલ અને ત્યાંથી વાંકાનેર આવેલ પરંતુ ખેતમજુરી મળતી ન હોય જેથી તા.06/11/2025 ના પરત તેઓ પોતાના ગામ જવા નક્કી કરેલ અને વાંકાનેરથી વિરમગામ જવા માટે બપોરના ટ્રેન પકડેલ અને ત્યારે છેલ્લે રહેલ જનરલ ડબ્બામાં બેસવા માટે


ચડતી વખતે ભીડનો લાભ લઇને કોઇ અજાણ્યા શખ્સે તેના ઝભ્ભાના ખીસ્સામાં રાખેલ રોકડ રૂપીયા કોઈએ ચોરી કરી લીધેલ અને તે પરીવાર સાથે ટ્રેનમાં બેસેલ ત્યારે અને ટ્રેનની ચાલતી થયેલ ત્યારે ખીસ્સામાં હાથ નાખતા તેમાં રહેલ મજુરી ના રૂ. 80 હજાર રોકડા જોવામાં આવેલ નહી. જેથી કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી લેતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી રેલ્વે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
