જેતપરડા રહેતા અને વાંકાનેર નવાપરા પંચાસર રોડ ખાતે દુધની ડેરી ચલાવતા ઈસમની સાથેની ઘટના
વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામમાં રહેતા અને વાંકાનેર નવાપરા પંચાસર રોડ ખાતે દુધની ડેરી ચલાવતા ઈસમની ડેરીમાંથી રોકડા રૂપીયા ૧,૯૪,૦૦૦/-, ડેરીના નામવાળી બીલ બુક, જય ગોપાલ ડેરી ફાર્મની બેંક ઓફ બરોડા બેંકની ચેક બુક ભરેલ થેલો કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી લઇ ગયાની ફરિયાદ થઇ છે….
જાણવા મળવા મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડામાં રહેતા લીંબાભાઇ કરશનભાઇ સરૈયા/ભરવાડ (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે વાંકાનેર નવાપરા પંચાસર રોડ ખાતે જય ગોપાલ ડેરી ફાર્મથી દુધની લે-વેચ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું અને મેં મારી ડેરીમાં કામ કરવા માટે ત્રણ માણસો રાખેલ છે.
ગઈ. તા-૧૪/૦૯/૨૦૨૫ ના રોજ હુ મારી વાંકાનેર નવાપરા પંચાસર રોડ ખાતે જય ગોપાલ ડેરી ફાર્મથી દુધની લે-વેચ કરી દુધના આવેલ રોકડા રૂપીયા આશરે ૧,૯૪,૦૦૦/- તથા અમારી ડેરીના નામ વાળી બીલ બુક, જય ગોપાલ ડેરી ફાર્મની બેંક ઓફ બરોડા બેંકની ચેક બુક એક કાળા થેલામાં મુકી ડેરીમાં મુકી ડેરી બંધ કરી મારા ઘરે જતો રહેલ અને સવારમાં તા-૧૫/૦૯/૨૦૨૫ ના મારી દુધની ડેરી ઉપર આવેલ હતો ત્યારે 
આ રૂપીયા ભરેલ થેલો ત્યાં હતો અને ત્યારબાદ હું દુધના લે-વેચમા પડી ગયેલ અને ત્યારબાદ આશરે સવા દસેક વાગ્યે મારે બેંકના કામથી જવાનુ હોઇ જેથી મેં મારા રૂપીયા ભરેલ થેલો લેવા જતા ટેબલ પાસે જણાય આવેલ નહી જેથી મારી સાથે કામ કરતા માણસોને પુછતા તેઓએ થેલો જોયેલ નથી તેમ જણાવતા અમોએ આજુબાજુ તપાસ કરતા મળી આવેલ નહી અને અમારી દુકાને ઘણા બધા ગ્રાહકો દુધ લેવા માટે આવતા હોઇ જેથી ધ્યાન રહેલ નથી જેથી અમોએ અમારા રોકડા રૂપીયા ૧,૯૪,૦૦૦/-તથા ડેરીના નામ વાળી બીલ બુક તથા જય ગોપાલ ડેરી ફાર્મની બેંક ઓફ બરોડા બેંકની ચેક બુક ભરેલ થેલો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ ૨૦૨૩૨૦૨૩ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધેલ છે…

